loader

Breaking News


Home > National > રાહુલે પીએમ મોદી પર કર્યો આક્ષેપ, કહ્યુ દેશનાં ચોકીદાર બન્યા ચોર


Foto

રાહુલે પીએમ મોદી પર કર્યો આક્ષેપ, કહ્યુ દેશનાં ચોકીદાર બન્યા ચોર

Sept. 26, 2018, 11:37 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભાજપ સરકારને સતત રાફેલ ડિલનાં મુદ્દા ઉપર મુશ્કેલીમાં મુકી રહેલી કોંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગઇ કાલે ફરી એકવાર વડાપ્રધાન મોદી અને ભાજપ ઉપર પ્રહાર કરતા નજરે પડ્યા હતા.સંસદીય મતવિસ્તાર અમેઠીમાં પહોંચેલા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ઉદ્યોગપતિ અનિલ અંબાણીને રાફેલ ડિલની સહાયતા પહોંચાડવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે, અંબાણીએ જીવનમાં કોઇપણ વિમાન બનાવ્યું નથી છતાં તેમને રાફેલ ડિલનો હિસ્સો બનાવી દેવામાં આવ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, સીવીસી રાફેલ ડિલનાં મામલામાં તપાસ કરે તે જરૂરી છે. તપાસ માટે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી શકે છે. પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીનાં જાયસમાં લોકોને સંબોધતા રાહુલે કહ્યું હતું કે, મોદી પોતાને ચોકીદાર તરીકે ગણાવે છે અને રાફેલનાં મુદ્દા ઉપર મૌન પાળે છે. અહીં દેશનાં ચોકીદાર જ ચોર બની ગયા છે.

કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, તેમની સરકારે માલ્યાને ૯૦૦૦ કરોડ રૂપિયા લઇને ભાગવામાં મદદ કરી હતી. નિરવ મોદી અને મેહુલ ચોક્સીને ફરાર કરવામાં મદદ કરી હતી. એકબાજુ સંરક્ષણ મંત્રી વિમાનની કિંમત બતાવવાનો ઇન્કાર કરે છે જ્યારે મોદી અનિલ અંબાણીની કંપનીને કોન્ટ્રાક્ટ આપી ચુક્યા છે. રિલાયન્સનું નામ દેતા રાહુલ કહે છે કે, એનડીએ દ્વારા અનિલ અંબાણીને ૨૦૦૦૦ કરોડ રૂપિયાનો ફાયદો પહોંચાડ્યો છે.