loader

Breaking News


Home > Sports > ભારતીય ટીમનાં દ્રોણાચાર્ય બન્યાં રાહુલ દ્રવિડ, વર્લ્ડકપ જીતીને ભેટ આપ્યો


Foto

ભારતીય ટીમનાં દ્રોણાચાર્ય બન્યાં રાહુલ દ્રવિડ, વર્લ્ડકપ જીતીને ભેટ આપ્યો

Feb. 3, 2018, 3:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : ભારતીય ક્રિકેટ ટીમ માટે દિવાલની ભૂમિકા ભજવનાર પૂર્વ દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટ માટે એક નવી આશાનો જન્મ આપ્યો છે આ આશા પર જ ભારતીય ક્રિકેટ ટીમની આજે વર્લ્ડકપ જીતી શકી છે. ભારતીય અન્ડર ૧૯ ક્રિકેટ ટીમે આજે વર્લ્ડ કપ જીતીને એક નવો જ ઈતિહાસ બનાવી દીધો છે રાહુલ દ્રવિડ આ ટીમના કોચ હતા અને તેમની કોચિંગમાં જ ટીમે ચોથી વખત ટીમેર્લ્ડકપ જીતી ઈતિહાસ બનાવ્યો છે. ફાઇનલ મુકાબલામાં ભારતે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી હરાવ્યું હતું.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અન્ય કોચ અથવા બીજા ખેલાડીઓની જગ્યાએ આ યુવાનોની શીખવવાની જવાબદારી રાહુલ દ્રવિડને આપી હતી જે નિર્ણય આજે સાચો સાબિત થતો જોવામાં આવી રહ્યો છે. આનાથી સાબિત થાય છે કે દ્રવિડની સામે કોઇપણ પૂર્વ ખેલાડી ટેકનીકના મામલે જીતી શકતો નથી. ટેસ્ટ ક્રિકેટમાં ધીરજ અને વન-ડે માં તેમની આક્રમકતા નું પરિણામ છે એ કે ભારતીય ક્રિકેટ ટીમે સતત ચોથી વખત વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો છે. રાહુલ દ્રવિડ ભારતીય અન્ડર ૧૯ ટીમ ઉપરાંત ભારત એ નાં પણ કોચ છે તેમ જ કંટ્રોલ બોર્ડે રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ બે વર્ષ માટે વધાર્યો હતો. વર્લ્ડ કપ જીત્યાં બાદ સચિન તેંદુલકરે રાહુલ દ્રવિડનાં વખાણ કર્યા હતા.