loader

Breaking News


Home > Sports > ટીમને ચેમ્પીયન બનાવવામાં દરેકની મહેનત મને જ શા માટે વધુ રકમનો પુરસ્કાર?:રાહુલ દ્રવિડ


Foto

ટીમને ચેમ્પીયન બનાવવામાં દરેકની મહેનત મને જ શા માટે વધુ રકમનો પુરસ્કાર?:રાહુલ દ્રવિડ

Feb. 7, 2018, 12:27 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ: ધ વોલ તરીકે જાણીતાં રાહુલ દ્રવિડ પોતાની મક્કમ બેટીગ જ નહીં પરંતુ પોતાનાં વિનમ્ર સ્વભાવ માટે પણ જાણીતાં છે.હાલમાં જ અંડર-૧૯ની ભારતીય ટીમ કોચ રાહુલ દ્રવિડનાં માર્ગદર્શન હેઠળ વર્લ્ડકપમાં ચેમ્પિયન બની આ સિદ્ધિ બદલ રાહુલ દ્રવિડને બીબીસીસીઆઈ તરફથી ૫૦ લાખ અને, ટીમનાં પ્રત્યેક પ્લેયરને ૩૦ લાખ અને સપોર્ટ સ્ટાફને ૨૦ લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.રાહુલ દ્રવિડે ખેલાડીયો અને કોચિંગ સ્ટાફ કરતાં વધારે રકમ મળતાં નારાજગી દર્શાવી છે.રાહુલ દ્રવિડનાં મતે ટીમની સફળતાંમા તેની એકલાની નહીં પરંતુ દરેકની મહેનત છે, જેનાં કારણે દરેકને સમાન રકમનો પુરસ્કાર મળવો જોઈએ.

રાહુલ દ્રવિડે બીસીસીઆઇને જણાવ્યું હતું કે”ન્યુઝીલેન્ડમાં ટીમને વિજય અપાવવાં દરેકે જીવ રેડી દીધો હતો.તેમની મહેનત વિના વર્લ્ડકપ જીતી શકાય જ નહીં.શનિવારે ભારતીય ટીમ ચેમ્પિયન બની ત્યારે દ્રવિડે કહ્યું હતું કે “સફળતાંનો જશ મને એકલાને જ આપવામાં આવે ત્યારે હું મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાઇ જાઉ છું.ટીમનાં સપોર્ટ સ્ટાફે ભારતને સફળતાં અપાવવામાંકોઈ જ કસર બાકી રાખી નથી.સપોર્ટ સ્ટાફ જેટલો જ રૂપિયા ૨૦ લાખનો પુરસ્કાર આપવામાં આવે તેવો પ્રસ્તાવ રાહુલ દ્રવિડે બીસીસીઆઇ સમક્ષ કર્યો હતો.