loader

Breaking News


Home > National > રાફેલ પર ખુલાસાથી રાહુલ ગાંધી આક્રમક, કહ્યું - PM એ દેશ સાથે દગો કર્યો


Foto

રાફેલ પર ખુલાસાથી રાહુલ ગાંધી આક્રમક, કહ્યું - PM એ દેશ સાથે દગો કર્યો

Sept. 22, 2018, 11:13 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઔલાન્દ દ્વારા રાફેલ ડીલ પર નવો ખુલાસો કર્યા બાદ કોંગ્રેસ વધુ આક્રમકઃ થઇ છે. આ ડિલમાં અનિલ અંબાણીની એંટ્રીને લઈને ખુલાસા થયા બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર આક્રમકઃ પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે રાફેલ ડીલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ સાથે દગો કર્યો છે. તેમણે બંધ દરવાજાની પાછળ ખાનગી રીતે દખલગીરી કરીને રાફેલ ડીલ કરાવી.

રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કર પ્રધાનમંત્રીએ બંધ દરવાજાની પાછળ ખાનગી રીતે રાફેલ ડીલ પર વાત કરી અને તેમાં ફેરફાર કર્યો. ફ્રાંસ્વા ઔલાન્દનો આભાર. અમે હવે જાણીએ છીએ કે તેઓએ દેવાળીયા અનિલ અંબાણી માટે અરબો ડોલર્સની ડીલ કરાઈ. પ્રધાનમંત્રીએ દેશ સાથે દગો કર્યો છે. તેઓએ આપણાં શહીદોની શહીદીનું અપમાન કર્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અનિલ અંબાણીને ડીલમાં સામેલ કરવા મુદ્દે મોદી સરકારને સતત પ્રશ્ન અને શાબ્દિક પ્રહારો કરીને ઘેરી રહ્યા છે ત્યારે એક ફ્રેન્ચ વેબસાઇટે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્દેનો સંદર્ભ આપીને જણાવ્યું હતું કે રાફેલ ડીલ માટે મોદી સરકારે અનિલ અંબાણીની રિલાયન્સનું નામ સૂચવ્યું હતું અને દસો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. ઓલાન્દેનું કહેવું છે કે ભારત સરકાર તરફથી જ રિલાયન્સનું નામ આપવમાં આવેલ. રિલાયન્સને પસંદ કરવામાં દસોની કોઈ ભૂમિકા નથી.