loader

Breaking News


Home > Gujarat > રાહુલ ગાંધીએ સ્ટેચ્યું ઓફ યુનિટીને મેડ ઈન ચાઈના ગણાવતાં ભડક્યાં CM રૂપાણી


Foto

રાહુલ ગાંધીએ સ્ટેચ્યું ઓફ યુનિટીને મેડ ઈન ચાઈના ગણાવતાં ભડક્યાં CM રૂપાણી

Sept. 28, 2018, 9:57 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મમોદી અને શિવરાજસિંહ ચૌહાણ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રિમ પ્રોજેક્ટ ગણાતાં સરદાર સરોવર પર બનવાવાળા સ્ટેચ્યું ઓફ યુનિટી પર સવાલ ઉભો કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ચીનના યુવાનોને રોજગાર આપવાનું કામ કરી રહી છે. રાહુલ ગાંધીએ સરદાર પટેલની મૂર્તિને મેડ ઈન ચાઈના ગણાવી હતી.

રાહુલ ગાંધીના નિવેદન બાદ ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. રાહુલ ગાંધીના નિવેદન પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે જે લોકો સરદાર પટેલન મળી રહેલા સન્માનથી નાખુશ છે તે લોકો જ આવા નિવેદનો આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓક્ટોમ્બરના રોજ સરદાર પટેલ જયંતિના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશને સમર્પિત કરશે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવવા માટે 4 હજાર મજૂરો હાલ 24 કલાક કામ કરી રહ્યા છે. પ્રતિમાનું કામ લગભગ 80 ટકા ખતમ થઈ ગયું છે ત્યારે પ્રતિમાને મેડ ઈન ચાઈના બતાવવા પર હાલ રાજકીય બબાલ શરુ થઇ ગઈ છે.