loader

Breaking News


Home > National > રાફેલ એક મોટું કૌભાંડ, ભ્રષ્ટાચારનાં દરેક મામલામાં ચુપ છે PM મોદી : રાહુલ ગાંધી


Foto

રાફેલ એક મોટું કૌભાંડ, ભ્રષ્ટાચારનાં દરેક મામલામાં ચુપ છે PM મોદી : રાહુલ ગાંધી

Aug. 7, 2018, 11:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર ચાલુ છે ત્યારે આજે કોંગ્રેસનાં સંસદીય દળની બેઠક યોજાઈ હતી. રાહુલ ગાંધીના અધ્યક્ષ બયા બાદ કોંગ્રેસની આ પ્રથમ સંસદીય દળની બેઠક હતી. બેઠકને સંબોધિત કરતાં રાહુલ ગાંધીનાં નિશાના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યાં હતા. રાહુલ ગાંધીએ પોતાનાં તમામ સાંસદોને ૨૦૧૯ ની લોકસભા ચુંટણી માટે તૈયાર રહેવાની સુચના આપી હતી.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા દરેક મુદ્દાઓ પર પ્રધાનમંત્રી મોદી ચુપ છે, રાફેલ એક ઘણું મોટું કૌભાંડ છે. તેઓએ જણાવ્યું હતું કે આપણે આપણી લડાઈ ચાલુ રાખશું. તેઓએ જણાવ્યું હતું કે ખેડૂત, રોજગારનાં મુદ્દાઓ પર કોંગ્રેસનાં સાંસદોએ પાછલા ચાર વર્ષોમાં સારી લડત આપી છે. આ વર્ષો આપણા માટે મુશ્કેલી ભર્યા રહ્યાં છે. આપણે આગળ પણ આ રીતે સરકારને ટક્કર આપીશું, ૨૦૧૯ માં કોંગ્રેસ ચોક્કસથી મોટી જીત મેળવશે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.