loader

Breaking News


Home > National > રાહુલ ગાંધીએ જર્મનીથી ઉન્નાવ રેપ કેસ પર કર્યું ટ્વિટ, ઉઠાવ્યાં ગંભીર સવાલ


Foto

રાહુલ ગાંધીએ જર્મનીથી ઉન્નાવ રેપ કેસ પર કર્યું ટ્વિટ, ઉઠાવ્યાં ગંભીર સવાલ

Aug. 24, 2018, 10:01 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બહુચર્ચિત ઉન્નાવ રેપ કેસ અને હત્યા મામલે સાક્ષીના અચાનક મોત અને પોસ્ટમોર્ટમ વગર શબને દફનાવી દેવાની ઘટના બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે ટ્વિટ કરીને કેસને ફરી ચર્ચામાં લાવી દીધો છે.

ઉન્નાવના બાંગરમઉથી ભાજપનાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સાથે જોડાયેલ રેપ અને હત્યા કેસના મામલે સાક્ષી યુનુસનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મૃત્યુ થતા સમગ્ર પ્રકરણમાં એક નવો વળાંક આવી ગયો છે.

રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે ' ઉન્નાવ રેપ અને મર્ડર કેસનાં મુખ્ય સાક્ષીનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મોત અને પોસ્ટમોર્ટમ વગર દફનાવી દેવું જેમાં ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પણ આરોપી છે તે કોઈ ષડ્યંત્ર લાગી રહ્યું છે. મિસ્ટર 56 શું આજ તમારો આપણી દીકરીઓ માટે ન્યાયનો વિચાર છે ? ઉલ્લેખનીય છે કે યુનુસ ઉન્નાવ રેપ કેસના મુખ્ય સાક્ષી હતા. યુનુસની મોત બાદ પીડિતાના કાકાએ ઉન્નાવ એસપી હરીશ કુમાર પાસે મૃતકનું પોસ્ટમોર્ટમ થાય તેવી માંગ કરી હતી.