loader

Breaking News


Home > National > MP માં કોંગ્રેસની સરકાર બનશે તો દસ દિવસમાં ખેડૂતોનું દેવું માફ : રાહુલ ગાંધી


Foto

MP માં કોંગ્રેસની સરકાર બનશે તો દસ દિવસમાં ખેડૂતોનું દેવું માફ : રાહુલ ગાંધી

June 6, 2018, 4:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મંદસૌર : દેશભરમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે મધ્યપ્રદેશના મંદસૌર પહોંચ્યા હતા. ગયા વર્ષે મંદસૌરમાં પ્રદર્શન દરમિયાન પોલીસ ફાયરિંગમાં 6 લોકોના મોત  નિપજ્યા હતા. આજે તેની પ્રથમ વરસી પર કોંગ્રેસે કિસાન સમૃદ્ધિ સંકલ્પ રેલીનું આયોજન કર્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે જે દિવસે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તેના દસ દિવસની અંદર ખેડૂતોનું તમામ દેવું માફ કરી દેવામાં આવશે. સૂત્રો જણાવી રહ્યા છે કે રાજ્યમાં યોજાનારા વિધાનસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીની આ રેલી રાજકીય રૂપે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.