loader

Breaking News


Home > National > કેન્દ્ર સરકારની પાક વીમા યોજનાથી ખેડૂતો પરેશાન : રાહુલ ગાંધી


Foto

કેન્દ્ર સરકારની પાક વીમા યોજનાથી ખેડૂતો પરેશાન : રાહુલ ગાંધી

May 3, 2018, noon
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજથી કર્ણાટકમાં ચુંટણી પ્રચારમાં છે. તેઓએ ખેડૂતોનાં મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કાર્ય હતા. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકારનું કર્ણાટક માટેનું રીપોર્ટ કાર્ડ રજુ કર્યું હતું. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત રાજ્યોએ ખેડૂતો માટે ૮,૫૦૦ કરોડ રૂપિયા ચૂકવી આપ્યાં હતા જયારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી સરકારની કિસાન વીમા યોજના ખાનગી કંપનીઓની લુંટનું માધ્યમ બની ગઈ છે. ખાનગી વીમા કંપનીઓ પાક વીમાની મદદથી મોટાપાયે નફો કમાઈ રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ ખેડૂતોનાં પાકને લઈને ટેકાના ભાવ ઉપર પણ સવાલ ઉપસ્થિત કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કર્ણાટકનાં ખેડૂતોની કમાણીનો ૫૦ ટકા હિસ્સો આપ્યો નથી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કર્ણાટકનો આઠમો પ્રવાસ શરુ કરશે. આ પ્રવાસ રાજ્યમાં ૧૨ મે નાં રોજ યોજાનાર વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને રહેશે. બે દિવસીય કર્ણાટક પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી બીદર જીલ્લાનાં ઔરદ, ભાલ્કી અને હુમનાબાદ વિસ્તારમાં સભા કરશે.