loader

Breaking News


Home > National > રાહુલ ગાંધીએ લોકસભામાં પીએમ મોદીને આપી જાદુની જપ્પી


Foto

રાહુલ ગાંધીએ લોકસભામાં પીએમ મોદીને આપી જાદુની જપ્પી

July 20, 2018, 2:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને નફરતની રાજનીતિ છોડી પ્રેમની રાજનીતિને આવકારવા માટે જાદુની જપ્પી આપી. પોતાના આક્રમક ભાષણમાં રાહુલે પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ સાથે સત્તાધારી પક્ષને રાજનીતિમાં પણ પ્રેમને સ્વીકારવાની વાત કહી. સાથે પીએમ મોદીને ગળે ભેટી પોસીટીવ રાજનીતિની શરૂઆત કરવા કહ્યુ. તેમણે વધુમાં જણાવ્યું કે, આ ચાર વર્ષોમાં મોદી સરકાર દ્વારા કેટલાક ખોટા નિર્ણયો લેવામાં આવ્યા. જેને લઇને ભારતની જનતાને ભયંકર બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે આપણા દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી તે મુદ્દાને પણ રાહુલ ગાંધીએ ઉછાળી સત્તાધારી પક્ષને બોલતા બંધ કરી દીધા હતા. રફાલ ડિલ પર રાહુલે રક્ષા મંત્રી નિર્મળા સિતારમન પર સીધો વાર કરતા કહ્યુ કે, જે ડીલ 520 કરોડમાં થતી હતી તેને વધારીને 1500 કરોડ રૂપિયામાં કરવામાં આવી. સાથે રાહુલે આ ઘોટાળામાં પીએમ મોદીને ચૌકીદાર નહી પણ ભાગીદાર ગણાવ્યા.