loader

Breaking News


Home > National > રાહુલ ગાંધીને મળશે ચંદ્રાબાબુ નાયડુ, 2019 માટે કરી શકે મોટી જાહેરાત


Foto

રાહુલ ગાંધીને મળશે ચંદ્રાબાબુ નાયડુ, 2019 માટે કરી શકે મોટી જાહેરાત

Nov. 1, 2018, 11:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના ચેરમેન ચંદ્રબાબુ નાયડુ 2019 માં ભાજપ સામે મહાગઠબંધન રચવામાં વ્યસ્ત છે. આ સંદર્ભે તેઓ ગુરુવારે દિલ્હીમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને મળશે.

નાયડુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સુપ્રિમોં શરદ પવાર, નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા અને સમાજવાદી પાર્ટી (એસપી) અધ્યક્ષ અખિલેશ યાદવ પણ મળશે. આ ઉપરાંત, તેઓ ભૂતપૂર્વ ભાજપના નેતા યશવંત સિંહાને પણ મળવાની તૈયારીમાં છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં કે.સી.આરને હરાવવા માટે ટીડીપી અને કૉંગ્રેસ તેમની દુશ્મનાવટ ભૂલી ગયા છે. એવું માનવામાં આવે છે કે તેઓ 2019 ની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને હરાવવું તેઓ આ ફોર્મ્યુલા ફરી વખત અપનાવી શકે છે.