loader

Breaking News


Home > National > બ્રિટન અને જર્મનીની ચાર દિવસીય યાત્રા માટે રવાના થયા રાહુલ ગાંધી


Foto

બ્રિટન અને જર્મનીની ચાર દિવસીય યાત્રા માટે રવાના થયા રાહુલ ગાંધી

Aug. 22, 2018, 10:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મંગળવારે બ્રિટન અને જર્મનીની ચાર દિવસની યાત્રા પર જવા રવાના થયા હતા. આ યાત્રામાં તેઓ પ્રવાસી ભારતીયો સાથે સંવાદ અને વિદેશનાં મહત્વનાં વ્યક્તિઓને મળશે. સુત્રોનાં જણાવ્યા મુજબ તેમની આ યાત્રા પ્રવાસી ભારતીયો સાથે સંપર્ક જાળવી રાખવા માટે પાર્ટી કાર્યક્રમનો એક ભાગ છે. આ યાત્રામાં તેઓ જર્મનીનાં ચાન્સેલર એન્જેલા મર્કલને પણ મળી શકે છે.

રાહુલ ગાંધી જર્મનીમાં હેમ્બર્ગ અને બર્લિનમાં બે સભાઓને સંબોધિત કરશે ત્યારબાદ તેઓ બ્રિટન જશે. અહી તેઓ સ્થાનિક ભારતીય મૂળનાં સાંસદોનાં સહયોગથી ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરશે. રાહુલ ગાંધીએ ગયા વર્ષે સપ્ટેમબરમાં ઇન્ડિયા એટ ૭૦ વિષય પર કેલીફોર્નીયા વિશ્વવિદ્યાલય, બર્કલે નાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ વર્ષે માર્ચમાં પણ તેઓએ સિંગાપુર નેશનલ યુનિર્વસિટીમાં એક સભાને સંબોધિત કર્યા હતા અને મલેશિયાની મુલાકાત લીધી હતી.