loader

Breaking News


Home > National > ભાજપનું કર્ણાટકમાં ઐતિહાસિક પ્રદર્શન, મોદીની આંધીમાં રાહુલ ખોવાયા.


Foto

ભાજપનું કર્ણાટકમાં ઐતિહાસિક પ્રદર્શન, મોદીની આંધીમાં રાહુલ ખોવાયા.

May 15, 2018, 12:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર,કર્ણાટક:કર્ણાટકની વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો દબદબાભેર વિજય થયો છે આ ચુંટણીમાં મોદીની આંધીમાં રાહુલ ગાંધી ખોવાયાં જે ગુજરાત ચૂંટણી બાદ ફરી એકવાર સાબિત થઇ ગયું છે. ભાજપ અને કોંગ્રેસ બંને માટે મહત્વની હતી આ ચુંટણીનાં પરિણામ ઉપરથી જ ૨૦૧૯નો વ્યૂહ ભાજપ અને કોંગ્રેસે કેવી રીતે રચવો તેનો મુખ્ય આધાર આ ચૂંટણીમાં રહેલો હતો.વિધાનસભાની ૨૨૨ બેઠકો પરથી ભાજપે ૧૧૧ બેઠકો પર કબજો કર્યો છે જયારે કોંગેસ પાસે ૭૨ બેઠકો આવી છે ભાજપ-કોંગ્રેસે વચ્ચે કાંટાની ટક્કર બાદ ભાજપે બહુમતીનો મોકળો આંક સ્પર્શી લીધો છે બહુમતી મળ્યા બાદ ભાજપ કાર્યાલયમાં ઉત્સવનું મોજું ફરી વળ્યું હતું.છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહે આ વિજયને ઐતિહાસિક વિજય ગણાવ્યો અને કહ્યું કે આ વિજય ઘણી રીતે ભાજપ માટે મહત્વનો છે.

સવારમાં મતગણતરી દરમિયાન કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હતું પરતું ભાજપનાં વાવાઝોડા આગળ કોંગેસ ટકી ના શક્યું. અમિત શાહ બપોરે પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાં સંબોધીત કરશે. છેલ્લાં ૪૦ વર્ષમાં ભાજપનું કર્ણાટકમાં આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે કર્ણાટકની જનતાને સંબોધીત કરશે અને ભાજપનો આગામી વિકાસ કાર્યક્રમોની જાહેરાત કરશે.

ભાજપ મહત્વની બાબતો માટે આ રહેશે:

વિધાનસભાની ચુંટણી જીતવા સાથે ભાજપના કાર્યકરો મંત્રીઓ ઉત્સાહમાં આવી ગયાં છે.જો કે હવે ભાજપની જવાબદારી જનતાને ચુંટણી ઢઢેરાંમાં જે વચનો આપ્યાં હતાં તે પૂરા કરવાનાં રહેશે જેમાં રોજગાર, મહિલાઓની સુરક્ષા, પાણીની ફાળવણી જેવાં મુદ્દાઓ મહત્વનાં બની રહેશે. કેન્દ્રીય મંત્રી રવીશંકર પ્રસાદે ભાજપની કર્ણાટકમાં ઐતિહાસિક જીત બાદ અભિનંદન પાઠવ્યાં હતાં.