loader

Breaking News


Home > National > ૪૮ વર્ષનાં થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, PM મોદીએ પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ


Foto

૪૮ વર્ષનાં થયા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, PM મોદીએ પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

June 19, 2018, 10:12 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : 2019 લોકસભા ચુંટણીની તૈયારીઓમાં લાગેલા રાહુલ ગાંધીનો આજે ૪૮ mo જન્મદિવસ છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ સમગ્ર દેશમાં પોતાના નેતાનો જન્મદિવસ ભારે ધામધૂમથી ઉજવી રહ્યા છે. ૧૯ જુન ૧૯૭૦ નાં રોજ જન્મેલ રાહુલ ગાંધીએ ૨૦૦૪ માં સક્રિય રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો અને હવે તે પાર્ટીના અધ્યક્ષ છે. રાહુલ ગાંધીએ છેલ્લા ઘણા સમયથી પોતાની રાજનીતિને સંપૂર્ણ રીતે બદલી નાંખી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ગયા વર્ષે અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ તેઓએ ગુજરાત અને કર્ણાટક ચુતાનીમ,અ જે રીતે પક્ષને લડાવ્યો છે અને ભાજપને મજબુત ટક્કર આપી છે તેનાથી કોંગ્રેસ કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકાયા છે. ગુજરાતમાં ભલે કોંગ્રેસ નાં જીતી શકી પરંતુ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો તેમજ કર્ણાટકમાં ભાજપને મ્હાત આપી હતી.