loader

Breaking News


Home > National > રાફેલનો કોન્ટ્રાકટ અકુશળ વ્યક્તિને આપવો તે પ્રધાનમંત્રીનું સ્કિલ ઇન્ડિયા છે : રાહુલ ગાંધી


Foto

રાફેલનો કોન્ટ્રાકટ અકુશળ વ્યક્તિને આપવો તે પ્રધાનમંત્રીનું સ્કિલ ઇન્ડિયા છે : રાહુલ ગાંધી

Sept. 26, 2018, 2:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મામલાને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો હતો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 30 હજાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ લઈને એક અણઆવડત ધરાવતાં વ્યક્તિને આપવો એજ પ્રધાનમંત્રીનો સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ છે.

રાહુલ ગાંધીએ ભારતમાં બેરોજગારીની સ્થિતિને દર્શાવતી એક માહિતીને શેયર કરીને ટ્વિટ કરી હતી. તેઓએ લખ્યું હતું કે પ્રધાનમંત્રીનો સ્કિલ ઇન્ડિયા કાર્યક્રમ. HAL પાસેથી 30 હજાર કરોડ રૂપિયા ચોરીને એક એવા વ્યક્તિને આપવા જેની પાસે કોઈ કૌશલ્ય નથી, ત્યારે હાલ કરોડો કુશળ યુવાનો 20 વર્ષમાં સૌથી ઉચ્ચસ્તરની બેરોજગારીનો સામનો કરી રહયા છે. રાહુલ ગાંધીએ એક અમેરિકી સમાચાર પોર્ટલની માહિતી શેયર કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં બેરોજગારીનો દર છેલ્લાં 20 વર્ષોમાં સૌંથી ઊંચા સ્તરે છે.