loader

Breaking News


Home > National > અમેઠીથી જ ચુંટણી લડશે રાહુલ ગાંધી, રાયબરેલી બેઠક મુદ્દે હજુ કોઈ નિર્ણય નહી


Foto

અમેઠીથી જ ચુંટણી લડશે રાહુલ ગાંધી, રાયબરેલી બેઠક મુદ્દે હજુ કોઈ નિર્ણય નહી

Aug. 4, 2018, 12:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૦૧૯ લોકસભાની ચુંટણી અમેઠી બેઠક પરથી જ લડશે પરંતુ રાયબરેલીને લઈને પાર્ટીમાં હજુ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. પાર્ટી રણનીતિકારોનું માનવું છે કે રાયબરેલીથી કોણ ચુંટણી લડશે તે હજુ નક્કી નથી થયું. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પ્રિયંકા ગાંધી 2019 માં રાયબરેલીમાં લોકસભાની ચૂંટણી લડી શકે અને સક્રિય રાજકારણ શરૂ કરી શકે. પક્ષના નેતાઓ અને કાર્યકરો લાંબા સમયથી આ માગણી કરી રહ્યાં છે.

સુત્રોએ જણાવ્યું હતું કે રાયબરેલીથી યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અથવા પ્રિયંકા ગાંધીમાંથી કોણ ચુંટણી લડશે તેણે લઈને પરિવારમાં કોઈ ચર્ચા થઇ નથી. ત્યારબાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ૨૦૧૯ માં સોનિયા ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધી ચુંટણી લડી શકે છે. અમેઠી અને રાયબરેલીમાં ચુંટણી પ્રચારની જવાબદારી પ્રિયંકા ગાંધી સંભાળતા રહ્યાં છે. કોંગ્રેસમાં ઘણાં સમયથી માંગ ઉઠી રહી છે કે પ્રિયંકા ગાંધી સક્રિય રાજનીતિમાં આવે.