loader

Breaking News


Home > National > મધ્યપ્રદેશમાં આજે ચૂંટણી બ્યુગલ ફૂંકશે રાહુલ ગાંધી, ભોપાલમાં યોજાશે રોડ શો


Foto

મધ્યપ્રદેશમાં આજે ચૂંટણી બ્યુગલ ફૂંકશે રાહુલ ગાંધી, ભોપાલમાં યોજાશે રોડ શો

Sept. 17, 2018, 11:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ભોપાલ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંકલ્પ યાત્રા નિમિતે આજે ભોપાલના પ્રવાસે છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ પોતાની એકદિવસીય મુલાકાત દરમિયાન આ વર્ષના અંતમાં યોજાનાર મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને બ્યુગલ ફૂંકશે.

રાહુલ ગાંધી ભેલ દશેરા મેદાનમાં કાર્યકર્તા સંમેલન સંબોધન કરશે. આ અગાઉ તેઓ એક રૉડ શો પણ કરશે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધી બપોરે 12 : 45 વાગ્યે ભોપાલ પહોંચશે. એરપોર્ટથી નીકળ્યા બાદ લાલ ઘાટીથી તેમનો રોડ શો શરુ થશે જે કલેક્ટ્રેક્ટ, વીઆઈપી રોડ, રોશનપૂર ચારરસ્તા બોર્ડ ઓફિસથી ભેલના દશેરા મેદાનમાં પહોંચશે.

રાહુલ ગાંધીના પ્રવાસને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓમ ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે. સમગ્ર શહેરને પોસ્ટરો અને બેનર્સથી ભરી દેવામાં આવ્યું છે. આ પોસ્ટર્સમાં રાહુલ ગાંધીને શિવ ભક્તના સ્વરૂપમાં બતાવવામાં આવ્યા છે.