loader

Breaking News


Home > National > આગામી ચૂંટણીની રણનીતિ ઘડવા રાહુલ ગાંધી - શરદ પવારે કરી બેઠક


Foto

આગામી ચૂંટણીની રણનીતિ ઘડવા રાહુલ ગાંધી - શરદ પવારે કરી બેઠક

June 12, 2018, 5:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઇને રાહુલ ગાંધી ધીમીગતિએ પોતાની આક્રમક તૈયારી કરી રહ્યા છે. એકબાજુ ભાજપ સરકારના લોકો સરકારની સિદ્ધિઓ ગણાવવામાં વ્યસ્ત છે ત્યારે રાહુલ ગાંધી વિપક્ષી એકતાને મજબૂત કરવાના પ્રયાસમાં લાગેલા છે.

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હાલના દિવસોમાં અનેક મોટા નેતાઓ સાથે વાતચીત કરી છે. હવે એનસીપીના નેતા શરદ પવાર સાથે પણ રાહુલે બેઠક યોજી છે. રાહુલ ગાંધીને મળવા માટે શરદ પવાર એક દિવસ માટે દિલ્હી પહોંચ્યા હતા. પવારને મળવા રાહુલ જનપથ સ્થિત સરકારી આવાસ ઉપર પહોંચ્યા હતા.

બંને વચ્ચે ૪૫ મિનિટ સુધી ચર્ચા થઇ હતી. પવાર અને રાહુલ વચ્ચે વિપક્ષની આગામી રણનીતિને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાએ રાહુલને કેટલીક જરૂરી ટિપ્સ પણ આપી હતી.