loader

Breaking News


Home > National > રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાહુલ - સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી


Foto

રાજીવ ગાંધીની પુણ્યતિથિએ રાહુલ - સોનિયા ગાંધીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

May 21, 2018, 2:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પૂણ્યતિથિએ આજે તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને યાદ કરવામા આવ્યા હતા. દિલ્હી ખાતે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કોંગ્રેસે તેમની સિદ્ધિઓને યાદ કરતા કહ્યું હતું કે ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન રાજીવ ગાંધીએ કર્યું હતું. ૨૧મી મેના દિવસને ગોઝારા દિવસ તરીકે દેશ હંમેશા યાદ કરે છે. રાજીવ ગાંધીએ દેશને ૨૧મી સદીનું સપનું આપ્યું હતું અને સમગ્ર વિશ્વ ભારત તરફ આશાના કિરણ સાથે જોઈ રહ્યું હતું.

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આજે તેમને શ્રધ્ધાંજલિ આપી હતી અને તેમની સિદ્ધિઓને યાદ કરી હતી. રાજીવ ૪૦ વર્ષની વયે દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. ૨૧મી મે એક ગોજારો દિવસ સમગ્ર રાષ્ટ્ર એક દુઃખમાં પ્રવર્તી રહ્યું અને આ દેશને ૨૧મી સદીનું સ્વપ્ન આપ્યું સમગ્ર વિશ્વ જેની સામે આશાનું કિરણ લઈને જોતો હતો.