loader

Breaking News


Home > National > વસુંધરાનાં ગઢમાં આજે રાહુલ ગાંધી, રોડ શો - જનસભા સંબોધશે


Foto

વસુંધરાનાં ગઢમાં આજે રાહુલ ગાંધી, રોડ શો - જનસભા સંબોધશે

Oct. 24, 2018, 12:10 p.m.
      Whatsapp   

માનવમિત્ર, જયપુર : રાજસ્થાન વિધાનસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરી રાજ્યના બે દિવસના પ્રવાસ પર જઈ રહ્યા છે. આ પ્રવાસમાં તેઓ મુખ્યમંત્રી વસુંધરા રાજેનાં ગઢ ઝાલાવાડમાં જનસભા કરશે. ત્યારબાદ તેઓ કોટા સુધી રોડ શો તેમજ જનસભા પણ કરશે. રાહુલ ગાંધી વિમાન દ્વારા ઝાલાવાડ પહોંચશે અને બપોરે જનસભાને સંબોધિત કરશે.

ત્યારબાદ તેઓ ઝાલાવાડથી કોટા સુધી લગભગ 100 કિલોમીટર સુધી રોડ શો કરશે અને આ દરમિયાન અલગ અલગ સ્થળોએ તેમનું સ્વાગત કરવામાં આવશે. કેટલાક સ્થળોએ રાહુલ ગાંધી મહોલ્લા સભા પણ કરશે. રાહુલ ગાંધી આજે કોટામાં રાત્રીરોકાણ કરશે ત્યારબાદ આવતીકાલે સવારે તેઓ કોટામાં મહિલા કોંગ્રેસના રાજ્યસ્તરીય સંમેલનને સંબોધિત કરશે.