loader

Breaking News


Home > National > રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં, જયપુરમાં રોડ શો દ્વારા કરશે ચુંટણી પ્રચાર અભિયાનની શરૂઆત


Foto

રાહુલ ગાંધી આજે રાજસ્થાનમાં, જયપુરમાં રોડ શો દ્વારા કરશે ચુંટણી પ્રચાર અભિયાનની શરૂઆત

Aug. 11, 2018, 9:56 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજસ્થાનમાં વિધાનસભા ચુંટણીને નજરમાં રાખીને આજથી કોંગ્રેસ ચુંટણી પ્રચારનું બ્યુગલ ફૂંકવા જઈ રહી છે જેને અનુલક્ષીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જયપુર પહોંચી રહ્યાં છે. અહી તેઓ રોડ શો દ્વારા ચુંટણી પ્રચારની શરૂઆત કરશે.

નક્કી થયેલા કાર્યક્રમ અનુસાર રાહુલ ગાંધી અહી રામલીલા મેદાનમાં રાજ્યભરથી આવેલા પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને સંબોધિત કરશે. રાહુલ ગાંધી જયપુર એરપોર્ટથી રામલીલા મેદાનમાં એક વિશેષ બસમાં પહોંચશે.

રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ સચિન પાયલોટે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના ચુંટણી પ્રચાર અભિયાનને શરુ કરાવવા માટે જયપુર આવી રહ્યાં છે. તેઓ પાર્ટી કાર્યકર્તાઓને વિધાનસભા ચુંટણીમાં જીત મેળવવાનો સંદેશો આપશે તેમજ જણાવશે કે આગામી ત્રણ મહિનામાં કઈ રીતે ચુંટણી અભિયાનને ચલાવવામાં આવે.