loader

Breaking News


Home > National > રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં ખેડૂત રેલીને સંબોધીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે


Foto

રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં ખેડૂત રેલીને સંબોધીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે

June 5, 2018, 4:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મધ્યપ્રદેશમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આવતીકાલની વિરાટ રેલીને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ રેલીને સફળ બનાવવા માટે હજુ પણ લાગેલા છે. લાખો લોકો રેલીમાં પહોંચે તેવી શક્યતા છે. કોંગ્રેસના તમામ નેતાઓ ત્યાં હાજર રહી શકે છે.

આવતીકાલે યોજાનારી છઠ્ઠી જૂનની રેલીને લઇને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે આ દિવસે ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકશે. રાહુલ દ્વારા તે દિવસે કિસાન સમૃદ્ધિ સંકલ્પની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ફિક્સ્ડ આવક સાથે રાજ્યમાં ખેડૂતોની સ્થિતિને સુધારવાની કોંગ્રેસની કોઇ યોજનાની જાહેરાત કરવામાં આવી શકે છે.

રાહુલ ગાંધી લોકોને એવા વચન આપી શકે છે કે જા પાર્ટી મધ્યપ્રદેશમાં સત્તા પર આવશે તો કિસાન સમૃદ્ધિ સંકલ્પની જાહેરાત કરવામાં આવશે. રાહુલ દ્વારા પ્રચારને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે.