loader

Breaking News


Home > National > રાફેલ વિવાદ : બેંગ્લોરમાં આજે HAL કર્મચારીઓ સાથે બેઠક કરશે રાહુલ ગાંધી


Foto

રાફેલ વિવાદ : બેંગ્લોરમાં આજે HAL કર્મચારીઓ સાથે બેઠક કરશે રાહુલ ગાંધી

Oct. 13, 2018, 12:18 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : રાફેલ સોદાને લઈને મોદી સરકારને સતત ઘેરી રહેલાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે શનિવારે બેંગ્લોરમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કર્મચારીઓ સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર રાહુલ ગાંધી HAL ના કર્મચારીઓ સાથે બપોરે સાડા ત્રણ વાગ્યે મળીને સંવાદ કરશે.

કોંગ્રેસ વરિષ્ઠ નેતા એસ. જયપાલ રેડ્ડીએ બુધવારે જણાવ્યું હતું કે HAL સૌથી મોટો શિકાર એટલા માટે બની કે કેમ કે એચએએલનાં 10 હજાર કર્મચારીઓની નોકરી જવાની છે. રાફેલ સોદો મળવાથી 10 હજાર નવી નોકરી પેદા થવાની હતી જો કે હવે હાલની નોકરીઓ પણ ખતમ થઇ રહી છે. તેઓએ જણાવ્યું હતું કે જો અમારા સમયે કરવામાં આવેલ કરાર આગળ વધારવામાં આવે અને 18 હવાઈ વિમાન ખરીદવામાં આવે અને બાકીના ભારતમાં બનાવવામાં આવે તો આપણી વિનિર્માણ ક્ષમતાં વધી શકેત. આ કારણે જ રાહુલ ગાંધી HAL જઈ રહયા છે.