loader

Breaking News


Home > National > રાહુલ ગાંધી આજે આપશે ઇફતાર પાર્ટી, વિપક્ષી નેતાઓ રહેશે હાજર


Foto

રાહુલ ગાંધી આજે આપશે ઇફતાર પાર્ટી, વિપક્ષી નેતાઓ રહેશે હાજર

June 13, 2018, 10:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઇફતાર પાર્ટી આપશે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યાં બાદ રાહુલ ગાંધીની આ પહેલી ઇફતાર પાર્ટી છે. જો કે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે કે આ પાર્ટીથી વિપક્ષી એકતા માટે એક મજબુત પ્લેટફોર્મ તૈયાર થઇ શકે છે. આ અગાઉ કોગ્રેસ અધ્યક્ષ રહી ચુકેલા સોનિયા ગાંધીએ પણ ૨૦૧૫ માં ઇફતાર પાર્ટીનું આયોજન કરેલું હતું.

તાજ પેલેસ હોટેલમાં યોજાનાર રાહુલ ગાંધીની ઇફતાર પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ ઉપરાંત વિપક્ષી નેતાઓ પણ આવશે. મીડિયા રીપોર્ટસ અનુસાર આ પાર્ટીમાં વિપક્ષનાં ઘણા નેતાઓ આવશે જેમાં કર્ણાટકનાં મુખ્યમંત્રી કુમારસ્વામી તેમજ જેડીએસનાં અધ્યક્ષ એચડી દેવગૌડાનું નામ પણ સામેલ છે.