loader

Breaking News


Home > National > રાહુલ ગાંધી અમેઠીની બેદિવસીય મુલાકાતે, શહીદ પરિવાર સાથે કરશે મુલાકાત


Foto

રાહુલ ગાંધી અમેઠીની બેદિવસીય મુલાકાતે, શહીદ પરિવાર સાથે કરશે મુલાકાત

July 4, 2018, 10:22 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમેઠી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીની બેદિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અહીથી જ તેઓ મિશન યુપીની શરૂઆત કરશે. રાહુલ આ દરમિયાન ખેડૂતો અને વેપારીઓનાં મુદ્દે ભાજપને ઘેરવાની સાથે સાથે પાર્ટી કાર્યકર્તાઓ સાથે ૨૦૧૯ લોકસભા ચુંટણીની તૈયારીઓ પર ચર્ચા - વિચારણા કરશે. ત્યારબાદ શહીદનાં પરિવારજનોને પણ તેઓ મળશે.

રાહુલ ગાંધી આજે સવારે લખનૌનાં અમૌસી એરપોર્ટ પર પહોંચશે. ત્યારબાદ અહીંથી સડકમાર્ગે રાયબરેલી થઈને અમેઠી જશે. અમેઠી સંસદીય સીટ હેઠળ આવનારા ફૂરસતગંજમાં સાડા ૧૧ વાગ્યે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેસીને ચર્ચા કરશે. રાહુલ ગાંધી બપોરે બે વાગ્યે મૃતક ખેડૂત અબ્દુલ સતારનાં ઘેર જઈને તેમનાં પરીવારને મળશે.