loader

Breaking News


Home > Gujarat > રાહુલ ગાંધી જુન મહિનામાં ગુજરાતની મુલાકાતે આવશે


Foto

રાહુલ ગાંધી જુન મહિનામાં ગુજરાતની મુલાકાતે આવશે

May 19, 2018, 5:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી જૂન મહિનાના છેલ્લા સપ્તાહે સંભવતઃ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવવાના છે. ગુજરાત કોંગ્રેસે આપેલા આમંત્રણનો રાહુલે હમણાં જ સ્વીકાર કર્યો છે. બે દિવસની આ ગુજરાત મુલાકાતમાં ખેડૂતોના સંમેલન તેમજ ચાર અલગ અલગ સંવાદ બેઠકો રાહુલ ગાંધી સાથે યોજાય તે માટેનું આયોજન પ્રદેશ કોંગ્રેસ દ્વારા હાથ ધરાયું હોવાનું માલૂમ થાય છે.

સૂત્રો કહે છે કે, આગામી લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસે તૈયારીઓ આરંભી છે. કાર્યકરો અને આગેવાનોમાં ઉત્સાહનો સંચાર થાય તે માટે રાહુલની મુલાકાતનો તખ્તો ગોઠવાયો છે. યુવા મતદારો સાથે વાર્તાલાપ આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પહેલી વાર મતદાન કરનારા યુવા મતદારોનું કોંગ્રેસ દ્વારા ૨૧મી મે ના રોજ સન્માન કરાશે. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે યોજાનારા આ કાર્યક્રમમાં અમદાવાદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા હાજરી આપશે અને યુવાઓ સાથે વાર્તાલાપ કરશે.

રાજ્યના અન્ય મહાનગરોમાં પણ આ રીતના કાર્યક્રમો યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા નવું સંગઠન રચવા માટેની કવાયત તેજ થઈ છે ત્યારે ૮ મહાનગરોમાંથી ૬ મહાનગરોના પ્રમુખ બદલવામાં આવશે.