loader

Breaking News


Home > National > કોંગ્રેસ વિરુદ્ધના પ્રદર્શનમાં ભાજપ કાર્યકરોએ લગાવ્યાં રાહુલ ગાંધી ઝિંદાબાદનાં નારા


Foto

કોંગ્રેસ વિરુદ્ધના પ્રદર્શનમાં ભાજપ કાર્યકરોએ લગાવ્યાં રાહુલ ગાંધી ઝિંદાબાદનાં નારા

Oct. 16, 2018, 12:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભાજપના પૂર્વાંચલ મોરચાએ ગુજરાતમાં પુર્વાચલીઓ પર થઇ રહેલ હુમલાના વિરુદ્ધ દિલ્હીમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. મોરચાનાં કાર્યકર્તા 24 અકબર રોડ સ્થિત કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા હતા અને નારાબાજી કરી હતી. આ દરમિયાન ભારે છબરડો વાળતાં ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવ્યાં હતા.

પ્રદર્શન દરમિયાન ભાજપ પૂર્વાંચલ મોરચાના અધ્યક્ષ મનિષ સિંહ પાર્ટી કાર્યકરોનો ઉત્સાહ વધારતાં જોવા મળ્યા હતા. પ્રદર્શન દરમિયાન જયારે ભાજપ કાર્યકર્તા મનોજ તિવારી ઝિંદાબાદના નારાં લગાવતા હતા ત્યારે વચ્ચે રાહુલ ગાંધીનું પણ નામ આવી ગયું હતું, કાર્યકરોએ તેના ઉપર પણ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવ્યાં હતા. જો કે તેમને પોતાની ભૂલનો અહેસાસ હતા બધા કાર્યકરો હસવા લાગ્યા હતા. જો કે ત્યારબાદ તેઓએ ફરી રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવ્યા હતા.