loader

Breaking News


Home > National > દુબઇ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું જોરદાર સ્વાગત, લાગ્યાં રાહુલ - રાહુલનાં નારા


Foto

દુબઇ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું જોરદાર સ્વાગત, લાગ્યાં રાહુલ - રાહુલનાં નારા

Jan. 11, 2019, 10:38 a.m.
      Whatsapp   

માનવમિત્ર, દુબઇ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દુબઇના બે દિવસના પ્રવાસે છે અહીં એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. દુબઇ અને અબુધાબીના આ પ્રવાસમાં રાહુલ ગાંધી ભારતીય સમુદાયને મળશે સાથે સાથે વિધાર્થીઓ અને કારોબારીઓ સાથે પણ તેમની મુલાકાત યોજાશે. વર્ષ 2019 માં પ્રથમ વખત વિદેશપ્રવાસે ગયેલ રાહુલ ગાંધી સાથે સેમ પિત્રોડા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમાન ચાંડી પણ દુબઇ પહોંચ્યા છે.

રાહુલ ગાંધી ગુરુવારે રાત્રે દુબઇ પહોંચ્યા હતાં. અહીંના એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘણાં લોકો રાહુલ ગાંધીને દેખાતા જ તેમની સાથે સેલ્ફી લેવા લાગ્યા તો ઘણાં લોકો તેમને મળવા ઉત્સુક હતા. રાહુલ ગાંધીને જોતા જ ત્યાં હાજર લોકો રાહુલ - રાહુલનાં નારા લગાવવા લાગ્યાં. સામાન્ય રીતે કુર્તા - પાયજામામાં દેખાતાં રાહુલ ગાંધી અહીં જીન્સ - ટીશર્ટ અને બ્લેઝરમાં જોવા મળ્યા હતા.