loader

Breaking News


Home > National > રાહુલ ગાંધીની નવી ટીમ જાહેર, અનુભવીઓની સાથે યુવા ચહેરાઓનો પણ કરાયો સમાવેશ


Foto

રાહુલ ગાંધીની નવી ટીમ જાહેર, અનુભવીઓની સાથે યુવા ચહેરાઓનો પણ કરાયો સમાવેશ

July 18, 2018, 9:48 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચુંટણીને નજરમાં રાખીને પાર્ટીની CWC (કોંગ્રેસ કાર્ય સમિતિ ) ની રચના કરી હતી. રાહુલ ગાંધીની નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે સાથે યુવા ચહેરાઓને પણ જગ્યા આપવામાં આવી છે. મતલબ તેમણે CWC માં સંતુલન બનાવવાની કોશિશ કરી છે, જો કે અમુક જુના ચહેરાઓની બાદબાકી કરી દેવામાં આવી છે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં ૨૩ સભ્યો, ૧૯ સ્થાઈ આમંત્રિત સભ્યો અને નવ આમંત્રિત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સભ્યોઓમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહ, પાર્ટી કોષાધ્યક્ષ મોતીલાલ વોરા, અશોક ગેહલોત, ગુલાબ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, એકે એન્ટની, અહમદ પટેલ, અંબિકા સોની અને ઓમાન ચાંડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.