loader

Breaking News


Home > National > રાહુલ ગાંધીનો PM મોદી પર પલટવાર, હું કોંગ્રેસ છું, મારાં માટે ધર્મ - જાતિ મુદ્દો નથી


Foto

રાહુલ ગાંધીનો PM મોદી પર પલટવાર, હું કોંગ્રેસ છું, મારાં માટે ધર્મ - જાતિ મુદ્દો નથી

July 17, 2018, 2:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ધર્મના આધાર પર ચાલી રહેલ સંગ્રામ હવે રોકાવાનું નામ નથી લઇ રહ્યો. મુસ્લિમોની પાર્ટી વાળા વિવાદ પર હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પલટવાર કર્યો છે. તેઓએ જણાવ્યું હતું કે હું હરોળની છેલ્લી લાઈનમાં રહેલા વ્યક્તિ સાથે ઉભો છું. હું શોષિત, બંચિત અને સતાવવામાં આવેલાં લોકો સાથે છું. મારાં માટે આ લોકોની ધર્મ, જાતિ અથવા વિશ્વાસનો મુદ્દો તુચ્છ છે. હું તેમનાં દર્દને જોવું છું અને ગળે લગાવું છું. હું નફરત અને ડરને દુર કરું છું. હું દરેકને પ્રેમ કરું છું હું કોંગ્રેસ છું.

જો કે ભાજપ પ્રવકત સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના આ ટ્વીટ પર ફરી પલટવાર કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધી કોંગ્રેસને મુસ્લિમ પાર્ટી બતાવવાનાં પોતાના નિવેદન પર સ્થિતિ સાફ કરાવને બદલે મુંજવણ વધી રહ્યાં છે. બે દિવસથી લોકો સવાલ પૂછી રહ્યા છે સ્પષ્ટીકરણ માંગી રહ્યા છે પરંતુ રાહુલ ગાંધી સટીક જવાબ નથી આપી રહ્યા.