loader

Breaking News


Home > National > એક્ટીવિસ્ટોની ધરપકડ પર રાહુલ ગાંધીનું નિવેદન, જે ફરિયાદ કરે તેને ગોળી મારો, વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા


Foto

એક્ટીવિસ્ટોની ધરપકડ પર રાહુલ ગાંધીનું નિવેદન, જે ફરિયાદ કરે તેને ગોળી મારો, વેલકમ ટુ ન્યુ ઇન્ડિયા

Aug. 29, 2018, 11:31 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મહારાષ્ટ્રનાં ભીમા કોરેગાવમાં થયેલ હિંસા મામલે પોલીસે મંગળવારે દેશભરનાં ડાબેરી વિચારકોનાં નિવાસે છાપામારી મારી હતી. પોલીસે ડાબેરી વિચારધારાનાં સમર્થક મનાતા 5 લોકોની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ લેફ્ટ સહીત અન્ય પક્ષોએ પણ સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ડાબેરી વિચારકોની ધરપકડ મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ ટ્વીટર પર લખ્યું હતું કે ભારતમાં ફક્ત એક NGO માટે જ જગ્યા છે જેનું નામ RSS છે. બાકી બધી જ NGO બંધ કરી દો. બધા એક્ટીવિસ્ટોને જેલમાં પૂરી દો અને જે લોકો ફરિયાદ કરે તેમને ગોળી મારી દદો. ન્યુ ઇન્ડીયામાં તમારું સ્વાગત છે.

આ મામલે પોલીસે છાપામારી કરીને દિલ્હીથી એક્ટીવિસ્ટ ગૌતમ નવલખા, ફરીદાબાદથી સુધા ભારદ્વાજ અને ડાબેરી ચિંતક વરવર રાવ સહીત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે દાવો કર્યો છે કે ધરપકડ કરાયેલ લોકો માઓવાદીઓ અને નક્સલીઓ સાથે જોડાયેલ છે.