loader

Breaking News


Home > National > અલવર લિંચિંગ પર રાહુલ ગાંધીનો પ્રહાર, આ મોદીનું ક્રૂર ભારત, નફરતે લીધું માનવતાનું સ્થાન


Foto

અલવર લિંચિંગ પર રાહુલ ગાંધીનો પ્રહાર, આ મોદીનું ક્રૂર ભારત, નફરતે લીધું માનવતાનું સ્થાન

July 23, 2018, 1:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાજસ્થાનનાં અલવરમાં કથિત ગૌરક્ષકો દ્વારા કરવામાં આવેલી રુકબર ખાનની હત્યાનો મામલો હવે રંગ પકડતો જઈ રહ્યો છે. સંસદથી લઈને દેશની સૌથી મોટી અદાલતમાં પણ તેના ઘેરા પડઘા પડયા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દે પોલિસનાં બેજવાબદાર વર્તન ઉપર સવાલ કર્યા છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે જયારે ઘટનાસ્થળથી હોસ્પિટલ ફક્ત 6 કિલોમીટર દૂર હતી તો પોલીસને રુકબરને ત્યાં લઇ જતા 3 કલાક કેમ લાગ્યા.

રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે પોલીસવાળા રસ્તામાં ચાનો આનંદ માણી રહ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ મોદીનું ન્યુ ઇન્ડિયા છે જ્યાં માનવતાની જગ્યા નફરતે લઇ લીધી છે અને લોકોને દબાવવામાં આવી રહ્યા છે તેમજ તેમને મરવા માટે છોડવામાં આવી રહ્યા છે.

એફઆઈઆર અને સમાચાર ખબર મુજબ પોલીસને 12.40 વાગ્યે રુકબરની સૂચના મળી હતી પરંતુ પોલીસે રુકબરને લગભગ 4 વાગ્યે હોસ્પિટલ પહોંચાડ્યો હતો. સૌથી મોટી વાત તો એ છે કે ઘટનાસ્થળથી હોસ્પિટલ ફક્ત 6 કિલોમીટર દૂર હતી તો પણ પોલીસને લગભગ 3 - 4 કલાક કઈ રીતે લાગ્યા.