loader

Breaking News


Home > National > રાહુલ ગાંધીનો ગડકરીને ટોન્ટ, તમે સાચો સવાલ પુછ્યો, આખરે નોકરીઓ ક્યાં છે ?


Foto

રાહુલ ગાંધીનો ગડકરીને ટોન્ટ, તમે સાચો સવાલ પુછ્યો, આખરે નોકરીઓ ક્યાં છે ?

Aug. 6, 2018, 10:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : SC/ST એક્ટ અને મરાઠા અનામત જેવા મુદ્દાઓ પર બેકફૂટ પર આવી ગયેલ ભાજપ માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન મુશ્કેલી પેદા કરનારું બની રહ્યું છે. ગડકરીએ પોતાનાં નિવેદન માટે સ્પષ્ટતા કરવી પડી પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઇ ગયું હતું. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દાને લઈને કેન્દ્રીય મંત્રીને ટોન્ટ માર્યો હતો.

હકીકતમાં ગડકરીએ જણાવ્યું હતું કે આખરે લોકોને અનામત કેમ જોઈએ જયારે દેશમાં નોકરી જ નથી. નોકરી વગર અનામત લઈને શું કરશો. ગડકરીના આ નિવેદન બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પણ ટોન્ટ મારતાં જણાવ્યું હતું કે ગડકરીજી, તમે બિલકુલ સાચો સવાલ પૂછ્યો છે. દરેક ભારતીય આજ સવાલ પૂછી રહ્યો છે કે આખરે છે ક્યાં નોકરીઓ ?

નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં નિવેદન આપી દીધું હતું કે જો અનામત આપવામાં આવે તો પણ ફાયદો નથી કેમ કે નોકરીઓ જ નથી. બેંકમાં આઈટીને કારણે નોકરીઓ ઓછી થઇ છે તેમજ સરકારી ભરતીઓ અટકી પડી છે.