loader

Breaking News


Home > National > RSSનાં કાર્યક્રમમાં રાહુલને નો એન્ટ્રી, મમતા અને માયાવતીને મળ્યુ આમંત્રણ


Foto

RSSનાં કાર્યક્રમમાં રાહુલને નો એન્ટ્રી, મમતા અને માયાવતીને મળ્યુ આમંત્રણ

Sept. 15, 2018, 8:49 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આરએસએસએ 17 થી 19 સપ્ટેમ્બરમાં એક ખાસ સેમિનારનું આયોજન કર્યુ છે, જેનો વિષય ભવિષ્યનું ભારત છે. આ સેમિનારમાં દુનિયાભરનાં ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. પરંતુ કોંગ્રેસ રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યુ નથી. સુત્રોનાં જણાવ્યાં મુજબ એરએસએસે મમતા અને માયાવતીને સેમિનારમાં હાજરી આપવાનું આમંત્રણ આપી દીધુ છે. આ સેમિનાર દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં શરૂ થશે.છેલ્લા બે દિવસથી અફવાઓ સામે આવી રહી હતી કે એરએસએસ કોંગ્રેસ પાર્ટીનાં નેતાઓને આમંત્રણ આપશે અને જેમા રાહુલ ગાંધીની પાર્ટીનો કોઇ નેતા નહી જાય પરંતુ તેથી ઉલટુ થતુ નજરે ચઠ્યુ છે, આ સેમિનારમાં આરએસએસે મમતા બેનર્જી અને માયાવતીને આમંત્રણ આપ્યુ છે પરંતુ રાહુલ ગાંધીની નો એન્ટ્રી કરી દીધી છે. કુલ 40 પાર્ટીઓનાં પ્રમુખને સેમિનારમાં પોતાની વાત રાખવા માટે સંઘે આમંત્રણ આપ્યુ છે. દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં શરૂ થતો સેમિનાર 3 દિવસ ચાલશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સેમિનારમાં આમંત્રિત કરવાની વાતને લઇને ઘણી વાતો સામે આવી રહી છે, જેમા એખ વાત છે, સંઘ રાહુલ ગાંધીને વિશિષ્ટ રીતે આમંત્રિત કરવા માંગે છે. સેમિનારમાં અલગ-અલગ પાર્ટીઓનાં નેતાઓને આમંત્રણ આપી દેશને ભવિષ્યમાં કઇ દિશામાં લઇ જવો તે આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ હોઇ તેવુ સુત્રો દ્વારા જોણવા મળ્યું છે.