loader

Breaking News


Home > National > રાહુલે ટ્વીટ કરી પીએમ પર સાંધ્યો નિશાનો, કહ્યુ ચાર વર્ષમાં એકપણ વાયદો પૂરો કર્યો નથી


Foto

રાહુલે ટ્વીટ કરી પીએમ પર સાંધ્યો નિશાનો, કહ્યુ ચાર વર્ષમાં એકપણ વાયદો પૂરો કર્યો નથી

April 28, 2018, 6:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બીજેપીનાં ચાર વર્ષ પૂર્ણ થયાની સાથે સાથે તેમના પર મોંઘવારીને લઇને કઇ જ ન કરી શકવાની ઇચ્છા શક્તિને દેશની સમગ્ર જનતાએ જોઇ છે. સવાલ નોટબંદીનો આવે કે જીએસટીનો મોદી સરકાર દરેક વખતે જનતા પાસેથી થોડો સમય માંગી વાતને ટાંળતી આવી છે. જો કે હવે તેમના પર આકરા પ્રહારો કરવામાં જનતા ડર્યા વિના સામે આવી રહી છે. મોદી સરકારની ટીકા કરવામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આગળ દેખાઇ રહ્યા છે. આવતી કાલે એટલે કે 29 એપ્રિલનાં રોજ દિલ્લીનાં રામલીલા મેદાનમાં આયોજીત જન-આક્રોશ રેલીમાં તે લોકોને જોડાવવાની સાથે કહે છે કે, ચાર વર્ષનાં શાસનમાં મોદી સરકાર રોજગારી આપવામાં તદ્દન ફેલ રહી છે, આ ચાર વર્ષમાં એકપણ વાયદાઓ મોદી સરકાર પૂરો કરી શકી નથી, આ નિરાશાથી ફેલાયેલ આક્રોશને પ્રકટ કરવા કાલે સવારે 9:30 કલાકે રામલીલા મેદાનમાં જન-આક્રોશ રેલીમાં જોડાવો.



કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યુ કે, મોદી સરકારનાં ચાર વર્ષનાં શાસનમાં રોજગારીની સમસ્યા અગ્રીમ રહી છે. યુવાઓને રોજગારી નથી મળી, દલિતો અને લઘુમતીઓને કોઇ અધિકાર નથી મળ્યા, ખેડૂતોને વ્યાજબી ભાવ નથી મળ્યો અને ખાસ મહિલાઓને સુરક્ષા આપવામાં આ સરકાર સંપૂર્ણપણે ફેલ રહી છે. રાહુલ ગાંધીએ સામાન્ય નાગરીકોને આવતી કાલે આયોજીત જન-આક્રોશ રેલીમાં પોતાની હાજરી આપવાની અપીલ કરી છે. તેમણે આ સમગ્ર મુદ્દે જનતાને પોતાનો આક્રોશ ઢાલવવા આ રેલીમાં જોડાવવા કહ્યુ છે. સુત્રોનાં જણાવ્યાં મુજબ આ રેલીમાં લગભગ 1 લાખથી વધુ લોકોની આવવાની સંભાવનાઓ છે. જોવાનું રહેશે કે આ જન-આક્રોશ રેલી મોદી સરકાર માટે સરદર્દ સાબિત થાય છે કે કેમ.