loader

Breaking News


Home > National > બુદ્ધિજીવીઓનો સાથ લેશે રાહુલ ગાંધી, ૧૮ ઓગષ્ટે પ્રોફેસરોને કરશે સંબોધિત


Foto

બુદ્ધિજીવીઓનો સાથ લેશે રાહુલ ગાંધી, ૧૮ ઓગષ્ટે પ્રોફેસરોને કરશે સંબોધિત

Aug. 14, 2018, 1:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ૨૦૧૯ લોકસભા ચુંટણીની તૈયારીઓમાં લાગેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સમાજનાં દરેક વર્ગને સાથે લઈને ચાલવાની કોશિશ કરી રહ્યાં છે. પાછલા ઘણા દિવસોથી તેઓ રેલીઓને સંબોધિત કરી હતી હવે રાહુલ ગાંધી દરેક વર્ગને સાથે રાખવાની રણનીતિ પર કામ કરી રહ્યા છે.

રાહુલ ગાંધી ૧૮ ઓગષ્ટે દેશનાં લગભગ ૧૫૦૦ પ્રોફેસરોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ રાજધાની દિલ્હીનાં સિવિક સેન્ટરમાં થશે. જેમાં રાહુલ ગાંધી દેશભરમાંથી આવેલાં પ્રોફેસરોને સંબોધિત કરશે. આ કાર્યક્રમ ઉપરાંત ૧૬ ઓગષ્ટે થનારા દિલ્હીમાં વિપક્ષની સાંઝી વિરાસત બચાવો સંમેલનમાં પણ કોંગ્રેસ અધ્યક્ષ ભાગ લેશે. આ સંમેલન પૂર્વ જેડીયુ અધ્યક્ષ શરદ યાદવની આગેવાનીમાં યોજાશે જેમાં વિપક્ષી પાર્ટીઓનાં ઘણા નેતા સામેલ થશે.

આ ઉપરાંત ૨૫ ઓગષ્ટનાં રોજ રાહુલ ગાંધી લંડનની મુલાકાતે જશે. જ્યાં તેઓ ભારતીય સમુદાયને સંબોધિત કરશે. લોકસભા ચુંટણીને નજરમાં રાખતાં રાહુલ ગાંધીએ પોતાની રણનીતિને આક્રમક બનાવી છે જેને કારણે તેઓ દરેક વર્ગને સાથે રાખીને ચાલી રહ્યાં છે.