loader

Breaking News


Home > National > રેલ્વે ટીકીટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, રેલ્વે લોન્ચ કરી ટીકીટ એપ


Foto

રેલ્વે ટીકીટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, રેલ્વે લોન્ચ કરી ટીકીટ એપ

June 14, 2018, 11:42 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રેલ્વેએ અનારક્ષિત ટીકીટોની બુકિંગ અને તેણે રદ કરવાની અન્ય સુવિધાઓ સાથે એક મોબાઈલ એપની પણ શરૂઆત કરી છે. રેલ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એપમાં સીઝન અને પ્લેટફોર્મ ટીકીટોનું નવીનીકરણ, આર - વોલેટની બાકી રકમની તપાસ, લોડ અને યુઝર પ્રોફાઈલ મેનેજમેન્ટ અને બુકિંગ હિસ્ટ્રીની પણ સુવિધા છે.

રેલ્વે સુચના પ્રણાલી કેન્દ્ર એ મોબાઈલ આધારિત એપ્લીકેશન અટસનમોબાઈલ વિકસિત કર્યું છે. યુઝર આ એપને ગુગલ પ્લે સ્ટોર અથવા વિન્ડોઝ સ્ટોરથી મફત ડાઉનલોડ કરી શકાશે. વધુમાં આ એપમાં મુસાફરો પોતાનો મોબાઈલ નંબર, નામ, શહેર, રેલ્વેની ડીફોલ્ટ બુકિંગ, શ્રેણી, ટીકીટનો પ્રકાર, યાત્રીઓની સંખ્યા જણાવીને પોતાની નોંધણી કરાવી શકે છે.