loader

Breaking News


Home > Gujarat > રાજ્યમાં શ્રીકાર વર્ષા, રવિવાર સુધી ભારે વરસાદની આગાહી


Foto

રાજ્યમાં શ્રીકાર વર્ષા, રવિવાર સુધી ભારે વરસાદની આગાહી

Aug. 17, 2018, 1:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : થોડા દિવસ પેલા નબળું પડેલ ચોમાસુ ચોમાસુ હવે તેના અસલ રૂપમાં આવી રહ્યું છે. ગત મોડી રાતથી રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના છે. 17 ઓગસ્ટનાં રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

આજે સવારથી ગુજરાતમાં અમદાવાદ સહીત અન્ય નાના-મોટા શહેરોમાં ભારે વરસાદ પડ્યો હતો ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આ વખતે ગયા ચોમાસા કરતા ઓછો વરસાદ છે જેને કારણે દુષ્કાળની પરિસ્થિતિનો ઉદભવ થયો હતો. હાલ રાજ્યના ઘણા નાના મોટા ડેમ ખાલી થઈ ગયા છે ત્યારે સરકાર ભારે ચિંતામાં મુકાઈ ગઈ હતી જોકે આ વરસાદ બાદ ડેમોમાં નવું પાણી આવે તેવીશક્યતા જોવામાં આવી રહી છે.