loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં વરસાદનો પ્રકોપ, ઘણા જીલ્લાઓમાં પૂરી પરિસ્થિતિ


Foto

ગુજરાતમાં વરસાદનો પ્રકોપ, ઘણા જીલ્લાઓમાં પૂરી પરિસ્થિતિ

July 19, 2018, 11:50 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં વરસી રહેલો વરસાદ અટકવાનું નામ નથી લઇ રહી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીઓને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરીને રાહત કાર્યોમાં મોનિટરીગ કરવા માટે સુચના આપી દીધી છે. આ ઉપરાંત ગુજરાતનાં સાંસદોએ દિલ્હીમાં બેઠક કરીને કેન્દ્ર સરકાર પાસે રાહતની માંગ કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનાં ઘણા જિલ્લાઓમાં પુરની પરિસ્થિતિ જોતા પળેપળની માહિતી લઇ રહ્યા છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં આવેલા પુરને લઈને મુખ્યમંત્રી કાર્યાલય સાથે સતત સંપર્કમાં છે. રાજ્યમાં બુધવારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો. માણાવદરમાં સર્વાધિક સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૧૦૯ તાલુકાઓ વરસાદથી પ્રભાવિત છે. જેમાં માંગરોળ, કોડીનાર અને જામનગરમાં ૪ - ૪ ઇંચ વરસાદ વરસ્યો છે.