loader

Breaking News


Home > Gujarat > વરસાદ હજુ અઢવાડિયુ લંબાશે, હવામાન વિભાગે કરી આગાહી


Foto

વરસાદ હજુ અઢવાડિયુ લંબાશે, હવામાન વિભાગે કરી આગાહી

June 18, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : વરસાદની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકોને હવામાન વિભાગે ચિંતામાં મુકી દીધા છે. હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ હજુ અઢવાડિયા સુધી નહી પડે. હવામાન વિભાગની આગાહીથી ખાસ ખેડૂતોમાં ચિંતાનું મોંજુ ફરી ઉઠ્યુ છે.



મોનસુનની એંન્ટ્રીને લઇને હવામાન વિભાગે જણાવ્યું છે કે, મોનસુનની એંન્ટ્રીમાં વિલંબ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. વહેલી તકે વરસાદ અને મોનસુનની એંન્ટ્રી થશે તેવી ગણતરી હવે ખોટી સાબિત થઇ રહી છે. આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં વરસાદ નહીં પડે તેવી શક્યતા છે. મોનસુન મુંબઈથી આગળ વધી શક્યું નથી. ૧૫મી જૂનનાં દિવસે મોનસુન બેસી જશે તેવી વાત ગુજરાત માટે કરવામાં આવી હતી પરંતુ હવે આવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. અમદાવાદ અને ઉત્તર ગુજરાતનાં અન્ય ભાગોમાં આગામી સાત દિવસો સુધી વરસાદ નહીં પડે તેવી શક્યતા છે. પ્રિ-મોનસુનની પ્રવૃત્તિ ચોક્કસપણે જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ સ્થિતિ આવી જ બનેલી છે. બીજી બાજુ આજે મહત્તમ તાપમાનમાં વધારો થયો હતો અને મહત્તમ તાપમાન ૪૦.૮ અમદાવાદમાં રહ્યું હતું.

આજે મોટા ભાગનાં વિસ્તારોમાં પારો ૪૦થી નીચે રહ્યો હતો. અમદાવાદમાં મોનસુનની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે ત્યારે હજુ પણ મોનસુનની એંન્ટ્રી થઇ નથી. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દિવ-દમણમાં હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આંશિક વાદળછાયુ વાતાવરણ વચ્ચે ગરમી હજુ પણ લોકો અનુભવી રહ્યા છે. તબીબો પણ વધુ પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરવાની સલાહ આપી રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ની આસપાસ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આજે પ્રમાણમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. જો કે, બપોરે ગરમ હવાનાં કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. અમદાવાદમાં પણ સવારે હવામાનમાં પલ્ટો આવ્યો હતો. હળવા વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા અકબંધ રાખવામાં આવી છે.