loader

Breaking News


Home > Gujarat > ગુજરાતમાં આ અઠવાડિયે જ ચોમાસાની એન્ટ્રી થશે


Foto

ગુજરાતમાં આ અઠવાડિયે જ ચોમાસાની એન્ટ્રી થશે

June 11, 2018, 5:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી હવે થવાની તૈયારીમાં છે. આ સપ્તાહમાં જ મોનસુનની એન્ટ્રી થઇ શકે છે. મહારાષ્ટ્રમાં ગયા સપ્તાહમાં સિઝનલ વરસાદ થયા બાદ હવે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થનાર છે. ચોમાસાને લઇને ઉસુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ મોનસુનને લઇને તંત્ર આશાવાદી છે. કેરળમાં આ વખતે વહેલી તકે મોનસુનની એન્ટ્રી થઇ હતી.

નિર્ધારિત સમય કરતા ત્રણ દિવસ પહેલા કેરળમાં ચોમાસાની એન્ટ્રી થઇ હતી. ગુજરાતમાં પહેલા ૧૦મી જુન સુધી મોનસુનની એન્ટ્રી થઇ જશે તેમ માનવામાં આવી રહ્યુ હતુ. ગુજરાતમાં સામાનવ્ય રીતે જુનના ત્રીજા સપ્તાહમાં વરસાદની શરૂઆત થાય છે.

હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી સંભાવના છે. વરસાદની એન્ટ્રીને લઇને લોકો ખુબ જ ઉત્સુકતાપૂર્વક રાહ જાઇ રહ્યા છે. હવામાન વિભાગ તરફથી મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ ૧૩મી જૂન સુધી ચોમાસુ બેસી જાય તેવી સંકેત મળી રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૫મી જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય છે પરંતુ આ વર્ષે કેરળની જેમ જ દેશના અન્ય ભાગોમાં પણ વહેલીતકે ચોમાસાની એન્ટ્રી થઈ રહી છે.