loader

Breaking News


Home > National > સ્ટેચ્યું ઓફ યુનિટી પર રાજ ઠાકરેનાં પ્રહાર, કાર્ટૂન બનાવી મોદી સરકારને ઘેરી


Foto

સ્ટેચ્યું ઓફ યુનિટી પર રાજ ઠાકરેનાં પ્રહાર, કાર્ટૂન બનાવી મોદી સરકારને ઘેરી

Oct. 30, 2018, 1:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે દેશના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કરશે. સ્ટેચ્યું ઓફ યુનિટીના નામથી મશહૂર આ મૂર્તિ દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ હશે. પરંતુ તેના ઉદ્ઘાટન પહેલાં જ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

રાજ ઠાકરેએ આ મુદ્દા પર કાર્ટૂન બનાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ કાર્ટૂનમાં મૂર્તિ પર આવેલા ખર્ચ 2290 કરોડ રૂપિયાનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે જ બતાવવામાં આવ્યું છે કે સરદાર પટેલની મૂર્તિ કહી રહી છે જેટલો પૈસા આ મૂર્તિ પર ખર્ચ કર્યો છે તેટલા જ પૈસા જરૂરિયાતોવાળાઓની જિંદગી સુધારવા માટે લગાવે તો સારું રહેશે.

કાર્ટૂનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહીત અન્ય મંત્રીઓને દર્શાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે રાજ ઠાકરેએ પણ આ પહેલા ઘણાં મુદ્દાઓ પર કાર્ટૂન બનાવીને મોદી સરકારને ઘેરી રહયા છે.