loader

Breaking News


Home > Gujarat > રાજા - મહારાજાનો ઠાઠ ધરાવતાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે દેના બેન્કને 5 કરોડમાં નવડાવી


Foto

રાજા - મહારાજાનો ઠાઠ ધરાવતાં સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે દેના બેન્કને 5 કરોડમાં નવડાવી

March 29, 2018, 4:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર સેક્ટર ૧૬ માં આવેલ દેનાબેંક ભારે વિવાદોમાં ઘેરાઈ છે. રાજ્યના રોજગાર વિભાગ દ્વારા ભલામણ કરાયેલ બેકાર રોજગારોને રૂપિયા 1 લાખની લોન આપવા માટે આ બેન્કની વિરુદ્ધ બેરોજગાર વ્યક્તિઓ દ્વારા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વડાપ્રધાનની યોજનાઓ માટે ફાળવેલ લોનની ભલામણ કરેલ હોવા છતાં આજદિન સુધી કોઈ શિક્ષિત બેરોજગારને દેનાબેંકનાં મેનેજરો દ્વારા કટકી સિવાય લોન આપવામાં આવી નથી.

જયારે આજે ઉપરોક્ત બેન્કને રૂપિયા 5.૧૨ કરોડનો ચૂનો એક સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ દ્વારા ચોપડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ સેકટર 1 માં રહેતાં સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલે સેક્ટર ૧૬ માં આવેલી ઉપરોક્ત બેંકના અગાઉનાં સત્તાધીશોના મેળાપીપણામાં ૪.૯૫ કરોડની લોન લીધા બાદ ભરપાઈ નહી કરતા અને બેંકના સત્તાધીશોને તમારાથી થાય તે કરી લેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જેથી બેંકના મેનેજર દ્વારા ગઈકાલે સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ તેમજ તેના બે પુત્રો સામે છેતરપિંડી, વિશ્વાસઘાતની ફરિયાદ સેક્ટર ૨૩ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

વધુમાં એવી ગંભીર માહિતી બહાર આવી છે કે આ સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ અગાઉ પણ ભાટ તેમજ શાહપુરની જમીન બાબતે છેતરપિંડીની બે ફરિયાદ નોંધાયેલ છે. પોલીસ જવાનને દેના બેન્કે આટલી મોટી રકમની લોન કયા આધારે અને કેવી મોડાસ ઓપરેન્ડી દ્વારા અપાઈ તે બાબત ઊંડાણપૂર્વક તપાસનો વિષય છે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની ગુના નિવારણ એજન્સીએ ઝુકાવીને કાયદાનું પાલન કરાવનાર એવી વ્યક્તિ દ્વારા ઉપરા ઉપરી છેતરપીંડીનાં બનાવ બનતા હોય તો આવી વ્યક્તિ પર કાયદાનો સકંજો કસવો જોઈએ તેવી પ્રજામાં ચર્ચા ચાલી રહી છે.

આ બાબતે ઉપરોક્ત ગુનો કરવાની ટેવવાળા શખ્સ વિરુદ્ધ તેની તમામ મિલકત તેમજ બેંક એકાઉન્ટ સીઝ કરી લઇ વસુલાત કરવી જોઈએ નહી તો નિરવ મોદીની જેમ આ શખ્સ પણ છુમંતર થઇ જશે અને બેન્કની રકમ ડૂબી જશે. સાથો સાથે ઝીણવટભરી તાપસ કરીને દેના બેંકના અગાઉ તેમજ હાલના મેનેજર, લોન ઓફિસરની પણ સખ્તાઈ પૂર્વક તપાસ કરી તેઓનું મેળાપીપણું હોવાનું પ્રમાણ મળે તો તેઓને પણ ઘર ભેગા કરવા જોઇએ તેવું પ્રમાણિક વેપારી અગ્રણીઓએ જણાવ્યું છે.