loader

Breaking News


Home > Bollywood > રજનીકાંતની ફિલ્મ કાલા થઇ રિલીઝ, ફિલ્મને લઇને ફેન્સમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ


Foto

રજનીકાંતની ફિલ્મ કાલા થઇ રિલીઝ, ફિલ્મને લઇને ફેન્સમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ

June 7, 2018, 11:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : સાઉથનાં સુપરસ્ટાર રજનીકાંતની કાલા ફિલ્મ આજે ગુરુવારનાં દિવસે રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મને લઇને રજનીકાંતનાં ફેન્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે ચાર વાગ્યાથી ચેન્નઇમાં કાલા ફિલ્મનો પહેલો શો રાખવામાં આવ્યો હતો, જ્યા રજનીકાંતનાં ક્રેઝી ફેન્સની ભીડ લાઇન લગાડીને થિયેટર બહાર ઉમટી પડી હતી.






રજનીકાંતની ફિલ્મ કાલા પર પહેલા રોક લગાવવામાં આવી હતી પરંતુ હવે આ ફિલ્મ સમગ્ર દેશમાં રિલીઝ થઇ ચુકી છે. સુપ્રિમ કોર્ટે રજનીકાંતની ફિલ્મ કાલાની રિલીઝ પર રોક લગાવવાની ના કહેતા, આજે ફિલ્મ રિલીઝ થઇ ગઇ છે. સાઉથ સુપરસ્ટાર રજનીકાંતનાં ફેન્સ આ ફિલ્મને લઇને કેટલા ક્રેઝી તેનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે જે થિયેટરમાં રજનીકાંતની કાલા ફિલ્મનું પોસ્ટર લગાવવામાં આવ્યુ છે તેને ફેન્સે દૂધ ચઢાવ્યુ હતુ. કાલા ફિલ્મનું પ્રોડક્સન રજનીકાંતનાં જમાઇ ધનુષની કંપની વંડરબારે કર્યુ છે. જ્યારે ફિલ્મનાં નિર્દેશક પા રંજીત છે. ફિલ્મમાં રજનીંકાત કરપ્શનથી લડતા જોવા મળશે. જ્યારે નાના પાટેકર ફિલ્મમાં એક કદ્દાવર નેતાની ભૂમિકામાં જોવા મળશે.