loader

Breaking News


Home > Bollywood > ઓસ્કર માટે જશે રાજકુમાર રાવની ‘ન્યૂટન’


Foto

ઓસ્કર માટે જશે રાજકુમાર રાવની ‘ન્યૂટન’

Sept. 22, 2017, 4:22 p.m.
      Whatsapp   

ફિલ્મી દુનિયાનો સૌથી મોટો એવોર્ડ એટલે ઓસ્કર. અમિતા મસૂરકરની ફિલ્મ 'ન્યૂટન', જેની ટીકાકારો દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે તે ઓસ્કરમાં જવા તૈયાર છે. ન્યૂટન શ્રેષ્ઠ વિદેશી ફિલ્મ શ્રેણી માટે ભારતમાંથી નામાંકિત કરવામાં આવી છે.

ન્યૂટનને 26 ફિલ્મોમાંથી ઓસ્કારમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પસંદગી સમિતિએ શુક્રવારે આ જાહેરાત કરી છે. રાજકુમાર રાવએ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું છે. આ સાથે ફિલ્મના બીજા કલાકાર પંકજ ત્રિપાઠી, અંજલિ પાટિલ, સંજય મિશ્રા, રઘુવીર યાદવ ખાસ ભૂમિકામાં દેખાશે. આ ફિલ્મ આજે લગભગ 350 સ્ક્રીન પર રિલીજ કરવામાં આવી છે. આજે સંજય દત્તની ભૂમિ પણ લગભગ 1800 સ્ક્રીન પર રિલીજ કરવામાં આવી છે. ન્યૂટનને ઓસ્કરમાં મોકલવામાં આવતા રાજકુમાર રાવએ ખુશી વ્યક્ત કરી છે.

હાર્દિક શાહ