loader

Breaking News


Home > National > રોહિગ્યા મુદ્દે રાજનાથસિંહે આપ્યુ મોટું નિવેદન


Foto

રોહિગ્યા મુદ્દે રાજનાથસિંહે આપ્યુ મોટું નિવેદન

Aug. 2, 2018, 11:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આસામમાં નેશનલ રજિસ્ટ્રાંર ઓફ સિટિઝન (એનઆરસી)માં ૪૦ લાખ લોકોને સામેલ નહીં કરવાના મુદ્દા ઉપર સંસદમાં ભારે ધાંધલ ધમાલ થઇ હતી. તૃણમુલ કોંગ્રેસ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને ડાબેરીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.ભારે ધાંધલ ધમાલ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, ભારત સરકારની આ મુદ્દા પર મ્યાનમાર સાથે વાતચીત ચાલી રહી છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં જારી કરવામાં આવેલી અડવાઇઝરીનો ઉલ્લેખ કરીને રાજ્ય સરકારોને રોહિગ્યા પર નજર રાખવા ઉપર અપીલ કરી હતી. વિરોધ પક્ષના સાંસદો એનઆરસી પર લોકસભામાં ચર્ચા માટેની માંગ કરી રહ્યા હતા પરંતુ સ્પીકરે એમ કહીને વિપક્ષની માંગણીને ફગાવી દીધી હતી કે, સોમવારના દિવસે આ વિષય ઉપર ચર્ચા કરવામાં આવી ચુકી છે. ગૃહમંત્રી આના ઉપર નિવેદન આપી ચુક્યા છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રોહિગ્યાના મુદ્દા પર એડવાઈઝરી જારી કરી ચુકી છે. વિપક્ષી પાર્ટીઓના સરકારની સાથે મતભેદના આરોપ પર રાજનાથસિંહે કહ્યું હતું કે, રાજ્ય સરકારોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ રાજ્યમાં રોહિગ્યાની સંખ્યાના સંદર્ભમાં ગૃહમંત્રાલયને માહિતી આપે. આના આધાર પર માહિતી વિદેશ મંત્રાલયને આપવામાં આવશે. વિદેશ મંત્રાલય મ્યાનમારની સાથે આ લોકોને પરત મોકલી દેવાના મુદ્દા પર વાતચીત કરશે. રાજનાથસિંહે કહ્યું હતું કે, રોહિગ્યાની ઓળખ કરવી ખુબ જરૂરી છે. બાયોમેટ્રિક તપાસ મારફતે ઓળખ કરવામાં આવી શકે છે. ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુએ કહ્યં હતું કે, રોહિગ્યા ભારતની આંતરિક સુરક્ષા માટે પડકારરૂપ છે.