loader

Breaking News


Home > Bollywood > રાજપાલ યાદવ અને પત્નીને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે, આ આરોપ છે


Foto

રાજપાલ યાદવ અને પત્નીને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે, આ આરોપ છે

April 14, 2018, 2:05 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી: બોલીવુડના અભિનેતા રાજપાલ યાદવ અને તેમની પત્નીને દિલ્હીના કરકાર્ડુમા અદાલત દ્વારા દોષી ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે રાજપાલ યાદવ, તેમની કંપનીને અને તેમની પત્નીने પાંચ કરોડ રૂપિયાની લોનની ચુકવણી નાં આપવા બદલ દોષિત ઠેરવ્યાં છે. હવે આ કેસની 23 એપ્રિલે ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પછી કોર્ટ દ્વારા બંનેની સજા નક્કી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે રાજપાલે વર્ષ ૨૦૧૦માં દિગ્દર્શક તરીકે ડેબ્યું પ્રથમ ફિલ્મ બનાવવા માટે પાંચ કરોડની લોન લીધી હતી જેની ચૂકવણી કરવામાં તે નિષ્ફળ ગયો હતાં. જેના પછી અદાલતે તેમને બન્ને દોષિત ઠેરવ્યા. રાજપાલે જે ફિલ્મ ૨૦૧૦માં દિગ્દર્શનની તરીકે શરૂઆત કરી હતી તે ફિલ્મ 2012 માં રજૂ થઇ હતી, અને સ્ક્રીન પર,ફ્લોપ સાબિત થઇ હતી.રાજપાલની આ ફિલ્મમાં દારા સિંઘ, અસરાની અને વિક્રમ ગોખલેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

લક્ષ્મી નગરની પ્રાઇવેટ લિમિટેડ કંપની "મુરલી પ્રોજેક્ટ્સ"એ સાત ફરિયાદો રાજપાલ વિરુદ્ધ નોંધાવી હતી ચેક રાજપાલ યાદવ સામે બાઉન્સ જણાયો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે રાજપાલ યાદવ ફિલ્મ "અતા પતા લાપતાં" બનાવતાં હતા. આ માટે મેં રાજપાલને ૫ કરોડની લોન આપી હતી. ત્યારે રાજપાલ યાદવ ફરિયાદીને રૂ. 8 કરોડ ચૂકવવાનો હતો.