loader

Breaking News


Home > National > રાજ્યસભા ઉપસભાપતિ ચુંટણી : કોંગ્રેસનાં બીકે હરિપ્રસાદ હશે વિપક્ષનાં ઉમેદવાર


Foto

રાજ્યસભા ઉપસભાપતિ ચુંટણી : કોંગ્રેસનાં બીકે હરિપ્રસાદ હશે વિપક્ષનાં ઉમેદવાર

Aug. 8, 2018, 12:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાજ્યસભામાં ઉપસભાપતિની ચુંટણી ગુરુવારે સવારે ૧૧ વાગ્યે યોજાશે. વિપક્ષનાં ઉમેદવાર તરીકે કોંગ્રેસનાં બી.કે.હરિપ્રસાદે ફોર્મ ભર્યું છે જયારે મંગળવારે વિપક્ષ તરફથી NCP નાં વંદના ચવ્હાણનું નામ સામે આવ્યું હતું. રાજ્યસભા ઉપસભાપતિની ચુંટણી બી.કે. હરિપ્રસાદ અને એનડીએનાં ઉમેદવાર હરિવંશ વચ્ચે થશે. માનવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે કાંટાની ટક્કર થશે.

જેડીયુનાં સાંસદ હરિવંશ સીન NDA નાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી શકે છે. જેડીયુનાં નીતીશ કુમારે NDA સહીત વિપક્ષની પાર્ટીઓને સમર્થન માટે ફોન પણ કર્યો હતો. બી.કે. હરિપ્રસાદ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા માનવામાં આવે છે તેમજ રાહુલ ગાંધીનાં નજીકનાં વ્યક્તિ છે. તમને જણાવી દઈએ કે હાલમાં સેવાનિવૃત થયેલાં ઉપસભાપતિ પી જે કુરિયનનો કાર્યકાળ ગયા મહીને એટલે કે જુલાઈમાં સમાપ્ત થઇ ગયો હતો.