loader

Breaking News


Home > National > રામ મંદિર પર પ્રાઇવેટ મેમ્બર બિલ લાવી શકે છે રાકેશ સિંહા


Foto

રામ મંદિર પર પ્રાઇવેટ મેમ્બર બિલ લાવી શકે છે રાકેશ સિંહા

Nov. 1, 2018, 4:34 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મુદ્દો એકવાર ફરીથી રાજકારણના કેન્દ્રમાં છે. તેને બનાવવાની સતત ઉઠી રહેલ માંગોને લઈને રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા તેના પર ખાનગી સભ્ય બિલ લાવી શકે છે. ગુરુવારે રાકેશ સિન્હાએ ટ્વીટ કરી હતી કે જે લોકો ભાજપ અને આરએસએસને પૂછે છે કે રામ મંદિર ક્યારે બનશે તેની તારીખ જણાવો શું તેઓ આ ખાનગી બિલને સમર્થન આપશે ?

તેમણે લખ્યું હતું કે એવો સમય આવી ગયો છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઇએ. રાજ્યસભાના સાંસદે લખ્યું હતું કે આખરે સુપ્રીમ કોર્ટે કલમ 377, જલિકટ્ટુ, સબરીમાલા પર નિર્ણય લેવા માટે કેટલા દિવસો લીધા ? અયોધ્યાનો કેસ તેની પ્રાથમિકતાઓમાં નથી, પરંતુ તે ચોક્કસપણે હિંદુઓની પ્રાધાન્યતામાં છે.

રાકેશ સિન્હાએ લખ્યું હતું કે જો વિપક્ષના નેતાઓ બિલ પર કોઈ સૂચનો આપવા માંગતા હોય તો તે આપી શકે છે. જો રાહુલ ગાંધી, માયાવતી, અખિલેશ યાદવ, લાલુ પ્રસાદ યાદવ અથવા અન્ય નેતાઓ તેમને તેમના ઘરે બોલાવે તો તેઓ ત્યાં જવા તૈયાર છે.