loader

Breaking News


Home > Bollywood > રાખી સાવંતે કાસ્ટિંગ કાઉચ પર આપ્યું વિવાદિત નિવેદન


Foto

રાખી સાવંતે કાસ્ટિંગ કાઉચ પર આપ્યું વિવાદિત નિવેદન

May 1, 2018, 12:28 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચ શબ્દ ઘણો જુનુ કહેવાય છે. આ વિષય પર ઘણીવાર ખુલીને ચર્ચાઓ સામે આવી છે. કાસ્ટિંગ કાઉચને લઇને અવર-નવાર કોઇને કોઇ સેલિબ્રિટી દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવેલ છે. ત્યારે હંમેશા વિવાદમાં અને ચર્ચામાં રહેતી રાખી સાવંતે ફરી આ મુદ્દે એક વિવાદિત નિવેદન આપી મીડિયાનં ધ્યાન પોતાની તરફ ખેચ્યુ છે.




રાખી સાવંતે કાસ્ટિંગ કાઉચ પર નિવેદન આપતા સોશિયલ મીડિયામાં ઘણી ટ્રોલ થઇ રહી છે. તેણે પોતાનાં બોલિવુડની શરૂઆતનાં દિવસોને યાદ કરતા કહ્યુ કે, હુ પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરી આગળ વધી છુ, બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચ હોય છે પણ તે તમારી ઇચ્છા પર નિર્ભર કરે છે અને કોઇ વ્યક્તિ કોઇ અન્ય વ્યક્તિની સાથે જબરદસ્તી કરતુ નથી. આ સિવાય તેણે કહ્યુ કે, હુ એવી ઘણી છોકરીઓને જાણુ છુ, જેમણે કામ મેળવવા પોતાની લાજને પ્રડ્યુસરને સોંપી દીધી હતી, હવે આ બાબતે પ્રોડ્યુસર પર આરોપ લગાવવો ખોટુ કહી શકાય. રાખીએ વધુમાં જણાવ્યું કે, છોકરીઓ પોતાના કેરિયરને બનાવવા કઇ પણ કરવા તૈયાર થઇ જતી હોય છે. હવે તો એવો સમય આવ્યો છે કે છોકરીઓ સામેથી કહે છે કે મારી પાસે કઇ પણ કરાઇ દો પણ મને કામ આપો, હવે આમા પ્રોડ્યુસરની શું ભુલ છે, ઘણી છોકરીઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિરોઇન બનવા આવે છે પણ કઇક અલગ જ બની જાય છે, તમે સમજી રહ્યા છો કે હુ શું કહી રહી છુ.